સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

જૂનાગઢ મજેવડી દરવાજા પાસે દારૂની રેલમછેલ: વાહનમાંથી રસ્તામાં પડ્યો 10 પેટી દારૂ : મોટાભાગની બોટલ ફૂટી ગયેલી

પોલીસે ઘટના સ્થળે પહોંચીને મુદ્દામાલ કબ્જે કર્યો.

જૂનાગઢના મજેવડી દરવાજા પાસે દારૂની રેલમછેલ જોવા મળી છે. મજેવડી દરવાજા પાસે જોષીપરા અંડરબ્રિજ ચોક પાસે 10 પેટી ભરેલી વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો

  દારૂની પેટીઓ વાહનમાંથી રસ્તા પર પડી ગઈ હોવાની આશંકા છે. મોટાભાગની વિદેશી દારૂની બોટલ ફૂટી ગયેલી હાલતમાં જોવા મળી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મુદ્દામાલ કબ્જે કર્યો હતો

 

(11:48 am IST)