સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ભુજ આરટીઓ પાસેથી માં બોગસ પીયુસી સેન્ટર ઝડપાયું : એલસીબી દ્વારા સાધનો સાથે બે શખ્શોની ધરપકડ કરાઈ

બોગસ પ્રિન્ટ,બોગસ રબર સ્ટેમ્પ સહિતની વસ્તુઓ કબ્જે : કોપ્યુટરથી બોગસ પીયૂસી પ્રમાણપત્ર ઇસ્યુ કરતા હતા

ભુજ : નવા ટ્રાફિક નિયમોમાં પીયૂસી સર્ટીફિકેટ ફરજીયાત થયા બાદ હવે કૌભાંડીઓને મોટો મોકો મળી ગયો હોય તેમ લાગે છે. ભુજ એલસીબીએ બોગસ પીયૂસી બનાવવાના સાધનો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે

 આ અંગે મળતી વિગત મુજબ  વાહન ચાલકો મસમોટા દંડથી બચવા માટે તમામ જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા લાંબી કતારો લગેવે છે. ત્યારે ભુજમાં આરટીઓ પાસેથી જ બોગસ પીયુસી સેન્ટર ઝડપી પાડવામાં આવ્યુ છે. આરોપીઓએ અમદાવાદથી સોફ્ટવેર બનાવ્યું હતું. અને બોગસ પ્રિન્ટ,બોગસ રબર સ્ટેમ્પ સહિતની વસ્તુઓ મારફતે કોપ્યુટરથી બોગસ પીયૂસી પ્રમાણપત્ર ઇસ્યુ કરતા હતા

 

(11:17 am IST)