સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

રાપરના વોન્ટેડ ભાજપ નેતાની ધરપકડ કરીને હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવા કચ્છ કોંગ્રેસની માંગ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ, તા.૨૩: કચ્છ જિલ્લા કોંગ્રેસે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે કચ્છ ભાજપ ઉપર રાજકીય પ્રહારો સાથે પોલીસ તંત્ર સામે સવાલો કરતી અખબારી યાદી પ્રસિદ્ઘ કરીને રાજકીય હલચલ સર્જી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસની સાથે રાપર શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ દ્વારા ગુનેગાર રાજકીય વ્યકિતઓને છાવરવામાં આવે છે. રાપરના ભાજપના આગેવાન અને રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા રાણાજી સોઢા ઉપર હત્યાનો ગુનો દાખલ હોવાનો, મુંબઈ પોલીસ તેમને શોધતી હોવાનો અને રાપરમાં હુમલા અંગેનો કેસ હોવા છતાંયે તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનું જણાવીને કોંગ્રેસે ગુનાહિત પ્રવૃત્ત્િ। બદલ હઠુભા રાણાજી સોઢાની પોલીસ દ્વારા ધરપકડ કરવા તેમ જ રાપર પાલિકાના ઉપપ્રમુખ તરીકે તેમને ગેરલાયક ઠરાવવાની માંગ કરી છે.(૨૩.૬)

(10:44 am IST)