સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

મોબાઇલમાંથી મારી ઘરવાળીને ફોન કેમ કરે છે ? કહીને જાફરાબાદના ટીબીના યુવકને લમધાર્યો

ઢીકાપાટુનો મારમાર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી

જાફરાબાદ તાબાના ટીંબી ગામે રહેતા અને રત્નકલાકાર યુવકને ઉટવાળા ગામના શખ્સે તેની પાસે આવીને તારા મોબાઇલમાથી મારી ઘરવાળીને કેમ ફોન કરે છે કહી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી

   જાફરાબાદના ટીંબીમા રહેતા કિશોરભાઇ ભરતભાઇ ભાલીયા (ઉ.વ.18) નામનો યુવક હિરા ઘસવાનુ કામ કરતો હોય ત્યારે ઉના તાલુકાના ઉટવાળા ગામે રહેતો મહેશ મુળુભાઇ સોલંકી નામનો યુવક તેની પાસે આવ્યો હતો અને તારા મોબાઇલમાથી મારી ઘરવાળીને ફોન કરે છે કહી બોલાચાલી કરી હતી. તેમની સાથે આવેલા વિક્રમ કચરાભાઇ ચાવડા નામના શખ્સે તેને પકડી રાખી બંનેએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બારામા તેણે બંને સામે નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.પી.બારૈયા વધુ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

(10:50 pm IST)