સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 23rd September 2018

ક્ષેત્રમાં આધિપત્ય જમાવવાની લડાઈમાં સિંહોના મોત :ગીરના જંગલમાં 11 સિંહોના મોત અંગે પ્રાથમિક અનુમાન:રાજીવ ગુપ્તા

જૂનાગઢ :ગીરના જંગલ વિસ્તારમાં 11 સિંહના મોત મામલે જૂનાગઢમાં વન વિભાગે પત્રકાર પરિષદ કરી હતી મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે સિંહો એ પોતાનું ક્ષેત્ર બદલવાનો પ્રયાસ કર્યો હોય અને ક્ષેત્ર પર આધિપત્ય જમાવવા બે સિંહો વચ્ચે લડાઈમાં મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.

  મૃત્યુ પામેલા 11 સિંહમાંથી બે નર, ત્રણ માદા અને છ બચ્ચા છે. બચાવી લેવાયેલા પાંચ પુખ્ત સિંહમાંથી બે સિંહમાં માઈક્રો ચિપ ન હોવાનું જાણવા મળ્યું છે. ભારત સરકારના માર્ગદર્શન હેઠળ 30 સપ્ટેમ્બર સુધી સિંહ બચાવ મહાઅભિયાન ચાલશે. જેમાં કુલ 64 ટીમમાં 270 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે.

જેઓ ગીરની આસપાસના ગામડાઓના પશુઓનું રસીકરણ કરાશે. પુના અને દહેરાદુનના તજજ્ઞો ગીરમાં તપાસ કરશે. સીસીએફ અક્ષય સકસેના સતત વોચ રાખી રહ્યાં છે.

(6:03 pm IST)