ઠાંગાના પીપળીયા (ધા)ની નજીકની સીમમાં ૧૧ લાખનો દારૂ ઝડપાયો
પોલીસ પહોંચે તે પહેલા કટીંગ કરનાર ગાયબ ! : ૨૬૨૯ બોટલો કબ્જે
(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા. ૨૩ : પોલીસને પીપળીયા (ધા)ની સીમમાં સરકારી ખરાબામાં ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતરેલ છે અને હેરફેર, કટીંગ થવાની તૈયારીઓ છે તેવી હકિકત મળેલ, જેના આધારે પીએસઆઇ પી.આર.સોનારા તથા સ્ટાફના ભરતસિંહ પરમાર, ચતુરભાઇ દુલેરા, રવિરાજભાઇ ખાચર, દિલીપભાઇ ચાવડા, વલ્લભભાઇ ખટાણા,ભરતભાઇ મીર, સહિતનાની ટીમે દ્વારા રેઇડ કરતા સ્થળ ઉપરથી મહિન્દ્રા બોલેરોમાં ભરેલ અને સ્થળ ઉપર રહેલ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૨૬૨૯ મળી આવેલ છે. ઉપરાંત એક હોન્ડા સીડી બાઇક પણ મળેલ છે.
આ દરોડામાં વિદેશી દારૂ મેકડોવેલ્સ નંબર -૧ સુપીરીયર વ્હિસ્કી તથા રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હિસ્કી રૂ. ૧૧.૩૨.૦૩ તેમજ અન્ય મુદામાલ ના વાહાનો મળી કુલ રૂ.૧૪.૫૭.૦૩૫ નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે.
ઇગ્લીશ દારૂની હેરાફેરી (કટીંગ) કરતા રેઇડ પાડતા તે દરમ્યાન આરોપીઓ હાજર નહી મળી આવી ગુન્હો કરેલ હોંય તપાસ અર્થે મુદ્દામાલ કબ્જે મજકુર વાહન ચાલકો સામે તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રીનો સમય હોય દૂર થી પોલીસ વાહન આવતુ હોવાનું જણાતા આરોપીઓ નાસી છુટેલ છે. પકડાયેલ વાહનના માલિકો કમળાપુર અને બોઘરાવદર વિસ્તારના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. હાલ તપાસ ચાલું છે.