સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd July 2019

લ્યો કરો વાત સોમનાથમાં બુટ ચપ્પલની દુકાનમાં ખૂંટીયાએ નિરાંતે આરામ ફરમાવ્યો

ખૂટીયાએ બેધડક દુકાનમાં પ્રવેશ કર્યો, પાંચ મીનીટ રોકાયા બાદ નિકળી ગયો

પ્રભાસ-પાટણ, તા. ર૩ : સોમનાથ-પ્રભાસટપાણની મેઇન બજારમાં આવેલ રામદેવપીર મંદિરની પાસે આવેલ અનુપમ બુટ-ચપ્પલની દુકાનમાં ગઇકાલે સાડા પાંચ વાગ્યે એક વિશાળકાય ખુંટીયો ત્રણ ફુટની દુકાનની ઉંચાઇને ઠેકી દુકાનમાં ઘુસી ગયો હતો.

એ સમયે દુકાનના માલીક રાજનભાઇએ સાંકડી દુકાનમાં હાજર હતા છતાં તેને કંઇ ખુંટીયાએ કર્યું નથી-ચૂપચાપ પાંચ મીનીટ ઉભો રહ્યો અને દુકાનદાર અને ખુંટીયો પાસે પાસે હોવા છતાં કંઇ નુકશાન ન થયું. અમ કહેવાય છે કે, બજારમાં બે જુદી જુદી દિશામાંથી ખુંટીયાઓ બાઝવા મંડતા તે સલામતી ખાતર માણસને પણ જે પગથીયા ચઢવા શ્રમ પડે તે સડસડાટ ચડી ગયો.

તેઓએ મોબાઇલ કલીક કર્યો અને સલામતી સર્જાતા ખુંટીયાને બહાર કાઢયો હતો.

(11:46 am IST)