સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd July 2018

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો માત્ર ચૂંટણીલક્ષી લોલીપોપ સિવાય કશું નહીં : ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોટામાં મોટી એવી મોરબી નગરપાલિકામાં ફુલટાઈમ ચીફ ઓફિસરની પણ કરતી નથી

મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા અંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ વિગતો માગી છે આ અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા ચૂંટણીલક્ષી લોલીપોપથી વિશેષ કશું જ ન હોવાની પ્રતિક્રિયા આપી છે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે ત્યારે મોરબી ને મહાનગરપાલિકા આપવાના ગપગોળા ઈરાદાપૂર્વક વહેતા મુકવામાં આવે છે

  વિધાનસભાની 2012 અને 2017 ચૂંટણી પૂર્વે  લોભામણા વચનો આપીને મોરબી શહેરની પ્રજાને ગુમરાહ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા હવે જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ક્યારે આવી વાતો ઈરાદાપૂર્વક વહેતી મૂકી ને શહેરની પ્રજાને વધુ એક વખત ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે

   ભાજપ સરકાર સૌરાષ્ટ્રની મોટામાં મોટી એવી મોરબી નગરપાલિકામાં ફુલટાઈમ ચીફ ઓફિસરની પણ કરતી નથી ચીફ ઓફિસર જેવી જગ્યા ઇન્ચાર્જ થી ચાલે છે પરિણામે લોકોના કામો પૂર્ણ કરવા કોંગ્રેસ-શાસિત બોટને ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે પરિણામે પ્રજાને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે તે જોતાં રાજ્ય સરકારને તાકીદે ચીફ ઓફિસરની જગ્યા કરી દેવી જોઈએ    

  વધુમાં બ્રિજેશ મેરજાને જણાવ્યું છે કે કોઈપણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજજો આપવા માટે નિયત કરેલા ધારાધોરણો હોય છે જેમાં કલેકટર અને નગરપાલિકાના નિયામક અને શહેરી વિકાસ નો રોલ મહત્વનો હોય છે મ્યુનિસિપલ ફાઇનન્સ બોર્ડ તો નગરપાલિકાની ગ્રાન્ટ ફાળવવા જેવી કાર્યવાહી કરવાની હોય છે નગરપાલિકા અને મહાનગરપાલિકા મા ફેરવવામા મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ નો કોઈ રોલ હોતો નથી આટલી ચોખવટ પ્રજાહિતમાં જરૂરી છે

(8:15 pm IST)