સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd July 2018

હળવદ માળીયા બ્રાન્ચ કેનાલમાં તિરાડ :કેનાલ બંધ થતા ખેડૂતો પરેશાન :ધારાસભ્ય દોડી ગયા : કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માંગ

હળવદ માળિયા બ્રાંચ કેનાલનું ખરાબ કામ સામે આવી પોકારી ઉઠ્‌યું છે હળવદના રણમલપુર ગામ પાસે નર્મદા નહેરનુ નાળૂ બનાવ્યાને તેને અઠવાડિયુ થયું છે ત્યાં કેનાલમાં તિરાડ પડવાથી કોન્ટ્રાટરોની પોલ ઉઘાડી થઈ છે.

  આ તિરાડો પડતા લોકો નર્મદા કેનાલ પર ચાલતા કન્ટ્રક્શન દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી વડે માટીકામ કરી કેનાલ તૂટતાં બચાવી અને ખેડૂતોના ઉભા પાકને બચાવી મોટી નુકશાની અટકાવી હતી. હજુ બે દિવસ પહેલા જ કેનાલ શરૂ થઈ હતી અને આમ કેનાલ બંધ થતાં ખેડૂતો પરેશાન થઈ જવા પામ્યાં છે.કેનાલ બંધ થતાં ખેડૂતોમાં ચિંતાનુ મોજું ફરી વળ્યું હતુ

  બીજી બાજુ આ બનાવને પગલે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા.આવી ખરાબ કામગીરી કરતાં ભ્રષ્ટ કોન્ટકટરોને સરકારે બ્લેકલીસ્ટ કરવા જોઈએ.તેવી લોકો માં માંગ ઉઠી છે.

(8:13 pm IST)