સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd July 2018

રેડક્રોસ ખંભાળિયા દ્વારા વૃક્ષારોપણ - ફૂડ પેકેટસનું વિતરણ

ખંભાળિયા : ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ખંભાળીયા દ્વારા પ્રતાપભાઇ દત્તાણી (કલ્યાણબાગ) વારાના આર્થિક સહયોગથી સ્લમ એરિયા, જરૂરિયાતમંદ ૨૦૦ લોકોને ગાઠીયા, ચેવડો અને સુખડીનું વિતરણ કરાયુ હતુ. ડેમ વિસ્તારમાં ૩૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરાયુ હતુ. ઉપરોકત બંને પ્રોજેકટમાં રેડક્રોસ જિલ્લા પ્રમુખ કિરીટભાઇ મજીઠીયા, યોગેશભાઇ મોટાણી, પંકજભાઇ પંડયા, ભરતભાઇ છગ અને પ્રોજેકટ ચેરપર્સન મિલનભાઇ સાયાણી અને હાડાભા જામે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : કિશોરલાલ, ખંભાળિયા)

(12:07 pm IST)