સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd July 2018

સાવરકુંડલાનાં પીપરડી-હીપાવડલી રસ્તા ઉપર પુલ બનાવવા માંગણી

સાવરકુંડલા તા.૨૩ : સાવરકુંડલાના પીપરડી અને હીપાવડલી ગામ વચ્ચેનો રસ્તો ચોમાસામાં અતિ બિસ્માર બની જતો હોય છે. જેના કારણે વાહનો અને રાહદારીઓને તેમજ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરવા જવા આવવામાં તેમજ આ બંને ગામના લોકોને અનેક પ્રકારની યાતનાઓ વેઠવી પડે છે.

પીપરડી અને હીપાવડલી ગામના આમ જનતાનો સુખાકારી સુવિધા માટે આ બંને ગામના વચ્ચેના રોડ ઉપર પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબલ માંગ ઉઠવા પામી છે. પીપરડી અને હીપાવડલી ગામ વચ્ચેનો રોડ વરસાદના કારણે અતિ ખરાબ થઇ જતા તેની મુલાકાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિપકભાઇ માલાણી, સરપંચ મનુભાઇ, સામતભાઇ, રહીમભાઇ, નરેશભાઇ શેલડીયા, જશુભાઇ ખુમાણ વગેરે આગેવાનોએ મુલાકાત લીધી હતી.

(12:05 pm IST)