સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd July 2018

પોરબંદરના એટ્રોસીટીના ગુન્હામાં આરોપીઓના આગોતરા જામીન મંજુર

પોરબંદર તા. ૨૩ : પોરબંદરમાં ચકચારી બનેલી એસ્ટ્રોસીટીઝની ફરીયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજુરીને પોરબંદરની કોર્ટે મંજુર કરી હતી. 

પોરબંદરના હાર્બરમરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ  રાહુલભાઇ સાદીયા દ્વારા  લખાવેલી હતી કે, તેની સાથે કામ કરતા ચંદ્રેશ ઉર્ફે વડો માવજી કોટીયા તથા તેનો ભાઇ મિલન ઉર્ફે મુન્ના માવજી કોટીયા દ્વારા તેને જ્ઞાતિ આધારિત અપમાન કરેલ હોય, તેમજ મારી નાંખવાની કોશિષ કરેલ હોય તેવા મતલબની ફરીયાદ લખાવતા  અને હાર્બરમરીન પોલીસ સ્ટેશનમાં  ફરીયાદ દાખલ થયેલી હોય ,  તે ગુન્હામાં આરોપી ચંદ્રેશ  માવજી કોટીયા તથા મિલન માવજી  કોટીયા દ્વારા  તેમના એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી મારફતે  કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી.

ફરીયાદીએ કરેલ સોંગદનામુ તથા  રજુ રાખેલ તમામ ડોકયુમેન્ટો  તથા ઓર્થોરટીઓ ધ્યાને લઇ ચંદ્રેશ કોટીયા તથા મિલન ઉર્ફે મુન્નો કોટીયાની આગોતરા જામીન  અરજી શરતોને આધિન મંજુર કરેલ છે.

આ કામમાં  આરોપીઓ વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ  લાખાણી તેમજ એમ.જેી. શીંગરખીયા તથા એન.જી.જોષી તથા વી.જી. પરમાર તથા પંકજ બી. પરમાર તથા અનીલ ડી. સુરાણી તથા નવઘણ જે. જાડેજા રોકાયેલા હતા.

(12:03 pm IST)