સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd July 2018

પોરબંદરના રેલ્વે પ્રશ્નોનુ ડી.આર.યુ.સી.સી. મીટીંગમાં નિરાકરણ કરવા ચેમ્બરની માંગણી

પોરબંદર તા. ૨૩ : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડીવીઝનલ રેલ્વે મેનેજરને રજુઆત કરીને પોરબંદરના રેલ્વે પ્રશ્નોનો ડી.આર.યુ.સી.સી. મીટીંગમાં લેવા માટે માંગણી કરી હતી.

આગામી ડી.આર.યુ.સી.સી. મીટીંગમાં પોરબંદર શહેરના મોર્ડલ સ્ટેશનમાં કોઇપણ ફરીયાદરૂપી અથવા પોરબંદર શહેરને લગતી રેલ્વે સ્ટેશન બાબતની  પડતી મુશ્કેલી બાબતે આપના તરફથી બે પ્રશ્નો મંગાવેલ હોય તેમના ઙ્ગબે પ્રશ્નોની રજુઆત છે. બે પ્રશ્નોનુ નિરાકરણ કરી આગામી ડી.આર.યુ.સી.સી. મીટીંગમાં નોંધ લેવા રજુઆતમાં જણાવેલ છે.

ગાડી નંબર ૧૯૦૧૬/૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એકસપ્રેસ દરરોજ ઉપડતી ટ્રેન પોરબંદર - મુંબઇ - પોરબંદર આ ગાડીમાં વર્ષોથી એટલે કે મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયેલ હોય ત્યારથી એક એ.સી. કોચ અને ચાર સ્લીપર કોચ  જે વર્ષોથી કાર્યરત હોય ત્યારબાદ અમારી રજુઆત અને પબ્લીકની માંગણીને ધ્યાનમાં આપી એક એ.સી. કોચ  વધારી આપેલ પરંતુ આ એ.સી. કોચ વધારી અને એક સ્લીપર કોચ ઓછો કરી નાખવામાં આવ્યો હોય એટલે કે હાલ ગાડીમાં ફકત બે થ્રી ટાયર એ.સી. કોચ હોય અને ત્રણ સ્લીપર કોચ હોય ત્યારે પોરબંદર શહેર જેમની વસ્તી અંદાજીત ૩ લાખ આસપાસ હોય અને મુંબઇ જવા માટે ફકત એકજ ટ્રેન હોય ત્યારે આ ગાડીમાં ચાર સ્લીપર કોચના બદલે ત્રણ કરી નાખવામાં આવેલ હોય તો તે અન્યાય ગણાય

પોરબંદર - સોમનાથ - પોરબંદર આ ટ્રેન દરરોજ ચાલતી ટ્રેન હોય અને સરકારે સુવિધા આપવા માટે પ્રવાસ ધામ  જ્યોતિલીંગ સોમનાથ જવા માટે પોરબંદર થી ડાયરેકટ ટ્રેન શરૂ કરેલ હોય ત્યારે આ ટ્રેન પ્રજાજનો માટે ઉપયોગી અને આશીર્વાદરૂપી  હોય ત્યારે આ ટ્રેનમાં મોટા ભાગે સીનીયર સીટીઝનો અને પ્રવાસીઓ તથા શહેરીજનો સારો એવો લાભ લેતા હોય ત્યારે આ ટ્રેનને દરરોજ સવારે ૬ વાગે ઉપાડવામાં આવતી હોય ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી પ્લેટફોર્મ નંબર - ૨ ઉપરથી ઉપાડવામાં આવે છે.

આ ટ્રેનમાં જવા માટે પેસેંન્જરોને ખુબ જ ઉચો પુલ પાસ કરી પગથીયા ચડી-ઉતરીને જવુ પડે છે. ત્યારે આ ૨- નંબરના પ્લેટફોર્મ ઉપર કોઇ એકસીલેટર અથવા લીફટની કોઇ સગવડતા ન હોય તેમજ આ પ્લેટફોર્મ ઉપર છાપરાનો કોઇ સેડ પણ ન હોય ત્યારે મોટી ઉંમર સીનીયર સીટીઝનો બાળકો અને મહિલાઓને પ્લેટફોર્મ ઉપર જવા માટે ખુબ જ મુશ્કેલી પડે છે.

(12:02 pm IST)