સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

ઉનાઃ ૧૦૮ ટીમ દ્વારા યોગ દિનની ઉજવણી

ઉનાઃ વિશ્‍વ યોગ દિવસ નિમિતે શહેરના યોગા કેન્‍દ્રમાં સ્‍વામિનારાયણ ગુરૂકુળ, ગાયત્રી વિદ્યાલય, શ્રૃતિ વિદ્યાલય તથા વિવિધ યોગ કેન્‍દ્રમાં મોટી સંખ્‍યામાં વહેલી સવારે એક કલાક સુધી વિવિધ યોગ, પ્રાણાયામ કરેલ તેમજ ઉના-ગીરગઢડા તાલુકાની ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ અને ખિલખિલાટનાં કર્મચારીઓએ ફરજની સાથે યોગના વિવિધ આસનો કરી ઉજવણી કરવામાં આવી હતી. યોગ ભગાવે રોગનું સુત્ર લોકોને આપેલ હતુ. સમુદ્ર યોગમાં ઉનાના પોલીસ અધિકારી, મસી, નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી ચીફ ઓફીસર ચૌહાણ, રાજુભાઇ ડાભી, વિગેરે હાજરી આપી યોગ કરેલ હતો. યોગ દિવસની ઉજવણીની તસ્‍વીર.

(10:32 am IST)