સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd June 2021

જામનગર યૌન શોષણ કેસમાં પોલીસ ફરિયાદની તજવીજ

મુખ્ય આરોપી વોમેશ પ્રજાપતિ અને અલી અકબરની અટકાયત બાદ અન્યોની સંડોવણી અંગે પૂછપરછ

તસ્વીરમાં ઝડપાયેલ એલ.બી.પ્રજાપતિ નજરે પડે છે(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: શહેરની સરકારી જી.જી. હોસ્પિટલના કથિત યૌનશોષણ મામલામાં સરકારના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ સમિતિની રચના કરાયા બાદ તપાસ કમિટિએ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની પૂછપરછ ના અંતે તેનો અહેવાલ તૈયાર કરી જિલ્લા કલેકટરને સુપ્રત કર્યાે હતો જિલ્લા કલેકટર દ્વારા તે અહેવાલ રાજય સરકારમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આ મામલે ગુનો નોંધવાના આદેશ છૂટયા છે, દરમ્યાન મોડી રાત્રે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં યૌન શોષણ મામલાની ફરીયાદ નોંધવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. ભોગ બનનાર એક મહિલા કર્મચારીની ફરીયાદના આધારે આઈપીસી કલમ ૩પ૪, ૩પ૪એ, ૩પ૪ બી તેમજ પ૦૯ મુજબ મુખ્ય આરોપી લોમેશ પ્રજાપતિ અને અલી અકબર સામે જાતીય સતામણી સબબ ફરીયાદ નોંધાશે તેમજ તપાસમાં જે શખ્સોના નામ સામે આવશે તેના નામ ફરીયાદમાં ઉમેરી કાર્યવાહી કરવામાં આવશે.

સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સુપરવાઈઝર પ્રજાપતિ તેમજ અલી અકબર નામના બન્ને શખ્સોની અટકાયત કરી કોરોના ટેસ્ટ હાથ ધરી તેમની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. લાંબા સમય બાદ યૌન શોષણ મામલે ફરીયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાતા ફરી આ પ્રકરણ ચર્ચામાં આવ્યું છે.

(11:53 am IST)