સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

રાણપુરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં

 

બોટાદના રાણપુરમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના આગમનથી રાણપુરમાં ઠંડક પ્રસરી અને ઠંડકનો અહેસાસ થતા લોકો ખુશ ખુસાલ થઈ ગયા હતા જયારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવાયો હતો 

(10:17 pm IST)