સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

જામજોધપુર પીએસઆઇ સહિતની પોલીસ ટૂકડી પર બુટલેગરનો જીવલેણ હુમલોઃ પીએસઆઇશ્રી પરમારે સ્વ બચાવમાં કર્યુ એક રાઉન્ડ ફાયરીંગઃ બુટલેગરોએ પોતાની ગાડીથી પોલીસની ગાડીને મારી ઠોકરઃ પોલીસ ટૂકડી ઉપર ટોળાંનો પથ્થરમારોઃ ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામ પાસેની ઘટનાઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના

જામજોધપુરની પોલીસે ભાણવડના કલ્યાણપુરના એક નેસડામાં આરોપીને પકડવા ગયેલ ત્યારે બુટલેગર સહિત લોકો એકઠા થઇ ગયેલ અને જામજોધપુરના પીએસઆઇશ્રી પરમારે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું.

લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરેલ અને પોલીસની ગાડીને બુટલેગરોએ ઠોકરે ચઢાવેલ જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયેલ છે

(8:00 pm IST)