સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

જેતપુરમાં જુની અદાવતમાં સુરેશભાઇ પર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલો

કામ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી લેનાર બાવા પીપળીયાના પંકજ ખાંટનું મોત

જેતપુર, તા.,૨૩: જેતપુરના જુના દેરડી રોડ વિસ્તારમાં જુની અદાવતનો ખાર રાખી ૩ શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો.

ભાદરના સામાકાંઠા જુનો દેરડી રોડ વિસ્તારમાં રહેતા સુરેશભાઇ પરસોતમભાઇ દેલવાડા ગઇ કાલે સાંજે તેમના કામ સબબ નીકળેલ ત્યારે આજ વિસ્તારમાં રહેતા ઝવેર દેલવાડા તેનો દિકરો જયેશ તથા તેનો જમાઇ ભાવેશ ત્રણ શખ્સોએ સુરેશભાઇને રોકી બન્ને વચ્ચે થયેલ જવા ઝઘડાનો ખાર રાખી બોલાચાલી કરી સુરેશભાઇને ગાળો આપી લાકડા વડે માર મારેલ તેમજ તેના પ વર્ષના માસુમ બાળકને પાટુ મારી મુંઢ ઇજા કરેલ આ અંગે શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે જવેર, જયેશ અને ભાવેશ ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં તાલુકાના બાવા પીપળીયા ગામે રહેતો ખાંટ યુવાન પંકજ રમણીકભાઇ સોલંકી (ઉ.વ.ર૦) વાળાને તેના પરીવારજનોએ કામકાજ કરવાનું અને બાઇક બાબતે કહેતા પંકજને માઠુ લાગતા ઝેરી દવા પી લેતા પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે ગોંડલ રીફર કરેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું. (૪.૨૧)

(4:17 pm IST)