સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

દામનગરમાં કેફી દ્રવ્ય પીવડાવીને પોણા લાખના મુદ્દામાલની લૂંટ

અમરેલી, તા. ૨૩ :. દામનગરમાં સભાડીયા રોડ ઉપર રહેતા આધેડ ભરત નાગજીભાઈ નારોલાના ઘેર બે અજાણ્યા ગઢડામાં પ્રવેશી વાતોની જાળ પાથરી કેફી પીણુ પાઈ તેને તથા તેના પરિવારને વશ કરી રોકડ ૨૪૫૦૦ તથા સોનાનો ચેઈન કિં. રૂ. ૫૦,૦૦૦ મળી કુલ કિં. રૂ. ૭૪૫૦૦નો મુદ્દામાલ લઈ ગયાની ફરીયાદ દામનગર પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ચિતલમાંથી બે સ્પ્લેન્ડર ચોરાયા

ચિતલ ગામેથી રાંઢીયા પ્લોટ વિસ્તારમાં રહેતા દેવશી જીવરાજભાઈ રામાણીનું હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર નં. જીજે ૫ ડી કયુ ૬૫૬૫ કિં. રૂ. ૧૫૦૦૦ તથા પ્રદીપ વિઠ્ઠલભાઈ ધંધુકીયાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર કિં. રૂ. ૧૫૦૦૦નું કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ તાલુકા પોલીસમાં થવા પામી હતી.

(4:16 pm IST)