સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

સોમનાથમાં ફરજ બજાવતાં મુકેશભાઇએ સોનાની બુટી મુળ માલિકને સુપ્રત કરી

એ પોલીસમેનનો પગાર ભલે ટૂંકો મન મોટું હતું : DYSP એમ.એમ.પરમાર- ઉમેદસિંહ વિ.એ પીઠ થાબડી

પ્રભાસ-પાટણ, તા.૨૩: સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સુરક્ષા ચક્રમાં ફરજ બજાવતા મુકેશ ભજગોતરને સોમનાથ મંદિર પરિસરમાંથી અંદાજે ૪ ગ્રામ સોનાની અંદાજીત કિંમત રૂપિયા ૧પ૦૦૦ જેવો કિંમતી કાનની એક બુટી મળી આવતાં તેમણે તુરત જ સોમનાથ મંદિર પરિસરમાં હાજર રહેલ ડી.વાય.એસ.પી.એમ.એમ. પરમાર સોમનાથ ટ્રસ્ટ સીકયોરીટી વડા ઉમેદસિંહ જાડેજા તથા મંદિર સુરક્ષા પોલિસ ઇન્સ.બી.એચ. ચૌહાણને જાણ કરી સુપ્રત કરી હતી.

ઉપસ્થિત અધિકારીઓ સાથે સંકલન કરી ઉમેદસિંહ જાડેજાએ મંદિરના માઇકમા હિન્દી તથા ગુજરાતીમાં એનાઉસમેન્ટ કરાતાં જે સાંભળી મંદિરમાં દર્શનાર્થી ઓરિસ્સાના કેદારનાથ પાંડેએ તુરત જ સુરક્ષા તંત્રનો સંપર્ક સાધી પોતાની કિંમતી વસ્તુ પરત મળતાં આભારવશ થયા એ આમ માત્ર ટુંકા પગારના કર્મચારી મુકેશ ભજગોતરે દાખવેલ પ્રમાણિકતા-ફરજ નિષ્ઠાની એસ.પી. નિરજ, ઉમેદસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી.એમ.એમ.પરમાર  વિ.એ અભિનંદન આપ્યા હતાં.

(11:58 am IST)