સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

વડિયા મહિલા પી.એસ.આઇ. જી.ડી આહિરનો જુગારધામ ઉપર સપાટોઃ ૧૮ પતાપ્રેમી સાથે ૧ લાખનો મુદામાલ ઝડપાયો

જુગાર દારૂ અને આવારા તત્વો સાનમાં સમજી જાય જી.ડી.આહિર

વડિયા, તા.૨૩: વડિયા મહિલા પીએસઆઇ ભીમઅગિયારસ ના આગલા દિવસે જુગારધામ પર ઘોસ બોલાવતા ૧૮ને જુગાર રમતા ઝડપી પાડેલ એકલાખ ત્રીસ હજાર જેટલો મુદ્દામાલ સહિત ઝડપી પાડેલ.

વડિયા નવનિયુકત મહિલા પીએસઆઇ જી.ડી.આહીર અને સ્ટાફના રામજીભાઈ, મહેશદાન ગઢવી, અભેસિંહ મોરી,અશોકસિંહ,હિમ્મતભાઈ શીતનાઓ એ એક રાત્રીમાં ત્રણ સ્થળે અલગ-અલગ જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડેલ.

વડિયા તાલુકાના ભૂખલીસાથળી ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા અસ્વીન વિઠલ વઘાસિયા,રાજેશ રવજી દુઘાત, અનિલ શામજી ઠુમર,મનસુખ હરદાસ આહીર,સુધીર વજ્ર વદ્યાસિયા,હરેશ પરસોતમ પેથાણી,પંકજ મનું દેસાઈ,સુભાસ ધીરુ પેથાણી, અભય ધીરુ ભેંસણીયા,કેશુ કરમસિંહ પઙ્ખથાણી, સહીતનાઓ જાહેરમાં કુંડાળું વળી જુગાર રમતા ૩૩૩૮૦ રોકડ રકમ અને ૪ મોટર સાઇકલ જેની કી.૭૦ હજાર કુલ મળી ૧૦૩૩૮૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ તેમજ વડિયા તાલુકાના લુણીધાર ગામે જાહેરમાં જુગાર રમતા ભરત કરસન શીંગાળા, હિતેશ ધીરુ ગોહિલ,ધનજી પોપટ બાવળિયા, અશોક જીતું ડેર સાહિતનાઓ જાહેરમાં જુગાર રમતા ૬૬૩૦ ની રોકડ રકમ સાથે ઝડપી પાડેલાં તેમજ વડિયા તાલુકાના ભૂખલી સાથરી ગામે જુગાર રમતા ત્રીજા શકુનીઓને ઝડપી પાડેલ વિઠલ બાવા,ભીખા નાનજી,શભૂ કલ્યાણ અને ગોવિંદ ભીખા ને ૬૫૪૦ રોકડ રકમ અને એક મોટર સાઇકલ માલી કુલ ૨૧૫૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ ત્રણેય રેડની કુલ રકમ ૧૩૧૫૫૦ ના જુગાર ધામ પર રેડ કરી જડપી પાડેલ નવનિયુકત પીએસઆઇ જી.ડી.આહીર એ જણાવેલ કે વિસ્તારમાં જુગાર દારૂ કે કોઈ કેફી પીણું કે ટ્રાફિક જેવા અને આવારા તત્વો સાનમાં સમજી જાય નહીંતર તેઓની ખેર નથી.

(11:57 am IST)