સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

કાલે કોળી સમાજનું સંમેલન :વિછીંયા અને જસદણ લુકાના ૧૦૦ ગામોના લોકો ઉમટી પડશે: કુંવરજીભાઇ નવાજૂનીનાં મૂડમાં

રાજકોટ ;કાલે વિછિયામાં કોળી સમાજનું સામાજિક સમરસતા સંમેલન મળી રહ્યું છે જેમાં રાજયભરની નજર જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા પર મંડાઈ છે પોતાને કોંગ્રેસમાં અન્યાય થતો હોવાની લાગણી અનુભવી રહેલા કુંવરજીભાઇ નવા જુનીના મૂડમાં હોવાનું મનાય છે

  જસદણ અને વિંછીયા આ બંને તાલુકાના કોળી સમાજનું સામાજીક સમરસતા સંમેલન રવિવારે બપોરે ત્રણ કલાકે વિંછીયા માર્કેટ યાર્ડમાં યોજાશે સંમેલનમાં કોળી સમાજના હજારોની સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહેવાના હોય ત્યારે આયોજકોના વડપણ હેઠળ બહોળી સંખ્યામાં સ્વયંસેવકોની ટીમો ખડેપગે તૈયાર કરવામાં આવી છે. સમાજના સભ્યોને કોઇ હાલાકી કે તકલીફ વેઠવી ન પડે તે માટે પાણીથી લઇ આરોગ્ય સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

(11:52 am IST)