સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

માધવપુરનાં રમણીય દરિયા કિનારે ધ ફર્ન લીઓ બીચ રિસોર્ટનો કાલથી શુભારંભ : વિપુલભાઇ કોટેચા દ્વારા પ્રવાસીઓને ભેટ

જૂનાગઢ : સમગ્ર ભારતમાં ગુજરાત રાજય પાસે સૌથી વધુ સમુદ્ર તટ ફેલાયેલો છે અને પ્રવાસન વિકાસની અનંત સંભાવનાઓ પડેલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન ગુજરાતને એક શ્રેષ્ઠ પ્રવાસન ક્ષેત્ર બનાવવાનું રહ્યુ છે. જે અંતર્ગત ૨૦૦૬ના વર્ષને પ્રવાસન વર્ષ જાહેર કરી ટુરીઝમને પ્રોત્સાહિત કરતા તેઓએ નિતી વિષયક શરૂઆત કરી જે વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુપેરે આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓ મુખ્યત્વે સાસણ ગીર, સોમનાથ અને દ્વારકાના ટ્રાયએંગલથી વિશેષ આકર્ષિત થાય છે.

ગુજરાત સરકારના આ પ્રયાસને  સફળ બનાવવા જૂનાગઢ સ્થિત વિપુલ કોટેચાએ વર્ષ ૨૦૦૬માં જૂનાગઢ ગીરનાર ક્ષેત્રમાં લીઓ રીસોર્ટ નામના થ્રી સ્ટાર રીસોર્ટની સ્થાપના કરી અને હવે તેઓ, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની બીચ ટુરીઝમ નિતી અંતર્ગત, ગુજરાત ટુરીઝમના વિશેષ સહયોગથી સોમનાથ, પોરબંદર હાઇવે પર આવેલ માધવપુર પાસે ધ ફર્ન લીઓ રીસોર્ટનો શુભારંભ કાલે તા. ૨૪ ના રોજ કરી રહ્યા છે. માધવપુરનો દરિયા કિનારો સમગ્ર પશ્ચિમ વિભાગમાં શ્રેષ્ઠ બીચ ગણાય છે. સહેલાણીઓમાં વિશેષ આકર્ષણ બનનાર આ રીસોર્ટ અદ્યતન એર કંડીશન ટેન્ટ ધરાવતો ગુજરાતનો એકમાત્ર રીસોર્ટ છે.

જેની બાલ્કનીમાંથી હિલોળા લેતા અરબી સમુદ્રમાં થતા સુર્યાસ્તનું દર્શન સહેલાણીને જીવનભર ન ભૂલી શકાય તેવો આલ્હાદક અનુભવ આપે છે. સાથે જ શુધ્ધ શાકાહારી વાનગીઓનો રસથાળ પીરસતુ રેસ્ટોરન્ટ સગવડતામાં અભીવૃધ્ધિ કરે છે.

હોટલ વ્યવસાય ક્ષેત્રે ભારતભરમાં નામાંકીત ધ ફર્ન હોટલ ગૃપ દ્વારા સંચાલીત આ રીસોર્ટ આતિથ્ય સરભરાના આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરે છે. રીસોર્ટનો પોતાનો બીચ પ્રવાસીઓને સુર્યસ્નાનની સુવિધા તેમજ ગોપનીયતા બક્ષે છે. આગામી સમયમાં વોટર સ્પોર્ટસ તેમજ ડોલ્ફીન શોની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે જે ન માત્ર ભારત પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તેવો વિશ્વાસ રીસોર્ટના પ્રમોટર વિપુલ કોટેચા (મો. ૯૯૨૪૯ ૨૯૭૬૭)એ વ્યકત કર્યો હતો.(૪૫.૮)

 

(11:51 am IST)