સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

ઓખા પાલિકા દ્વારા સુરજકરાડી નવનિર્મિત નગર સેવા સદન અને ઓખા સ્કૂલનું લોકાર્પણ

મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના છેવાડાના ગામ ઓખા શહેર ખાતે ઓખાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારશ્રી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર પ્રયોજિત ગ્રાન્ટ રૂા ૩.૨૫ કરોડના ખર્ચે એક શૈક્ષણીક સંકુલ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓખા નગરપાલિકા ના હદ વિસ્તારમાં આવતા સુરજકારડી ગામે ગુજરાત સરકારશ્રી પુરસકૃત ૧૪ માં નાણાપંચ યોજના અંતર્ગત ગ્રાન્ટ રકમ રૂ ૨૦ લાખ ના ખર્ચે એક સેવા સદન આબનાવવામાં આવ્યું છે. સાંસદસભ્ય પૂનમબેન માડમ, સ્થાનિક ૮ર કલ્યાણપુર વિધાનસભાના ધારાસભ્ય પબુભા વિરમભા માણેક, ઓખા નગરપાલિકાના પ્રમુખ વંદનાબેન વિઠલાણી, ચીફ ઓફીસ શ્રી ડુડિયા  ઉપપ્રમુખ માલાભા માણેક, પાલિકા પ્રમુખ જીતેશભા, દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લુણાભા, મીઠાપુર પીઆઇ ચન્દ્રકાલાબા, ઓખા મરીન ડીવાયએસ બારાડીના રઘુવંશી અગ્રણી તેમજ ઉદ્યોગપતિરી દ્વારકાદાસભાઇ, સુભાષભાઇ ભાયાણી વગેરે જેવા અગ્રણીઓની ઉપસ્થિતિમાં પુનમબેન માડમ તેમજ શ્રી પબુભા માણેકના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં સંસદ તેમજ ધારાસભ્ય દ્વારા લોકોને શિક્ષણની જરૂર અને તેના ફાયદાઓ વિષે સમજાવી ખાસ કરીને શિક્ષકોને પુનમબેને બાળકોને તેમના ભવિષ્યના પાયારૂપ શિક્ષા કેવી રીતે આપવી તે સમજાવ્યું હતું. આ તકે સુરજકરાડીમાં બનેલી ૩ આંગણવાડીના મકાનો પણ તેમના વર્કરોને સોપવામાં આવ્યા હતાં. આ જ દિવસે સાંસદસભ્ય પુનમબેને પોતાની ગ્રાન્ટમાંથી ૩૦ લાખ જેટલી રકમ ઓખા નગરપાલિકાને શબવાહીની માટે આપવાની જાહેરાત આ મંચ પરથી કરી હતી કારણ કે આ અગાઉ બેનને આ બાબતે ઓખા નગરપાલિકા દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેના ફળસ્વરૂપે પૂનમબેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે બેને એમ પણ કહ્યું હતું કે શિક્ષણ અને મેડીકલ એ આપની પાયાની જરૂરીયાત છે તેમાં કોઇ જ જાતની બાંધછોડ  ના થઇ શકે. આ સમગ્ર આયોજનમાં ઓખા નગરપાલિકાના પ્રમુખ તેમજ તમામ સદસ્યોનો સિંહફાળો રહ્યો હતો. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર)(૮.૧૦)

 

(11:48 am IST)