સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd June 2018

દ્વારકા :બાળકોને ઉઠાવી જતી ગેંગની આશંકાએ બે પરપ્રાંતીયને માર મારવાના મામલે 8 શખ્શોની ધરપકડ :અન્ય 8 લોકોની શોધખોળ

 

દ્વારકાઃ બાળકોનું અપહરણ કરતી ગેંગ હોવાની આશંકાએ બે પરપ્રાંતિય વ્યક્તિઓને માર મારતો વીડિયો વાયરલ થવા મામલે પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી છે. વીડિયોમાં દેખાતા 16 જેટલા શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસે ફરાર અન્ય 8 આરોપીને શોધવા માટેની પણ વિશેષ તપાસ હાથ ધરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકામાં બાળકોને ઉપાડતી ગેંગ હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે દ્વારકામાં છોકરા ઉપાડતી ગેંગ આવી હોવાની શંકા થતાં સ્થાનિકોએ પરપ્રાંતિય બે યુવકોને ઢોર માર માર્યો હતો.

દરમ્યાન યુવકો ઈજાગ્રસ્ત થયાં હતાં. ત્યારે તેઓને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યાં હતાં. જો કે મહત્વનું છે કે વીડિયો વાયરલ થવા મામલે પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી લીધી છે.

(1:36 am IST)