મોરબીના છેવાડાના વિસ્તારમાં ચોમાસા પૂર્વે રોડનું કામ પૂર્ણ કરવા માંગ કરાઈ
સામાજિક કાર્યકરે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી.
મોરબી શહેરના છેવાડાના વિસ્તારમાં રોડનું કામ ચાલી રહ્યું હોય અને હવે ચોમાસું નજીક છે ત્યારે ચોમાસા પૂર્વે રોડનું કામ જલ્દીથી પૂર્ણ થાય તેવી માંગ કરાઈ છે.
સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે શનાળા બાયપાસ પાસે વોર્ડ નં ૧૧માં આવેલ લાયન્સનગર, ગોકુલનગર મેઈન રોડ પર નવો રોડ બને છે જે રોડ એક સાઈડ ખોદી નાખેલ છે જે સાઈડ ચોમાસું શરુ થાય તે પૂર્વે રોડનું કામ પૂર્ણ કરવાની પ્રજાની માંગ છે અન્યથા ચોમાસામાં ચાલવા લાયક નહિ રહે જે યોગ્ય રીતે કામગીરી ચાલુ કરવા વિનંતી કરી છે ઘણા સમયથી રોડની કામગીરી બંધ છે જે ફરી ચાલુ કરી એક સાઈડ ચાલવા જેવું થઇ જાય તો લોકોને ઓછી તકલીફ સહન કરવી પડે જેથી ચોમાસા પૂર્વે રોડનું કામ જલ્દીથી પૂર્ણ કરવા માંગ કરી છે