આપ નેતા ઈશુદાનભાઈ ગઢવી ધ્રોલમા : અલગ-અલગ વિસ્તારમા ૨૦૦ બાઈકની રેલી : હજામચોર ગામે બે દિવસ પહેલા આત્મહત્યા કરી લેનાર પરીવારની મુલાકાતે
ધ્રોલ તા.૨૩
આપ નેતા ઈશુદાનભાઈ ગઢવીનુ ધ્રોલમા આગમન થયું છે. અલગ-અલગ વિસ્તારમા ૨૦૦ બાઈકની રેલી યોજાઈ છે. હજામચોર ગામે બે દિવસ પહેલા આત્મહત્યા કરી લેનાર પરીવારની મુલાકાતે ઈશુદાનભાઈ ગઢવી ગયા હતા.
ધ્રોલ ના ત્રીકોણ થી આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ઈશુદાનભાઈ ગઢવી નું ત્રિકોણ પાસે નાની દિકરી એ કુમકુમ તીલક કરી તેમજ ફૂલહાર કરી અને સન્માન કરવામાં આવ્યું અને ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા કાર્યકરોમાં સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
ધ્રોલના ત્રિકોણથી બાઇક રેલી સાથે ગાંધી ચોક તેમજ અલગ અલગ ધ્રોલના વિસ્તારોમાં રેલી સાથે મોટી સંખ્યામાં આપના કાર્યકરો જોડાયા હતા.
ઈશુદાનભાઈ ગઢવી બપોરે 1 વાગ્યા બાદ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે બે દિવસ પહેલા ખેડૂતે આત્મહત્યા કરી હતી તેમના પરિવારો સાથે મુલાકાત કરશે તેમ એક યાદીમા જણાવ્યુ હતુ.(સંજય ડાંગર - ધ્રોલ)