સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

કેશોદમાં ૪૮ કલાકમાં કોરોનાના પ પોઝીટીવ કેસથી ફફડાટઃ તંત્ર થયું દોડતું

બુધવારે એક કેસ સામે આવ્યા બાદ વધુ ચારનો ઉમેરો : બ્રાહ્મણ પરિવારના ત્રણ અને પટેલ પરિવારના બે સભ્યો કોરોના વાઇરસના પ્રભાવ હેઠળઃ સફારીપાર્ક-૧ના એરીયાને કોન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરી સીલ કરાયોઃ સફારી પાર્ક-૧ ઉપરાંત સફારીપાર્ક-ર, સ્થાપત્ય-બી અને પંચવટી-એ એપાર્ટમેન્ટ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી અને દેવાણીનગરનો બફર ઝોનમાં સમાવેશ

કેશોદ તા.ર૩ : કેશોદ લગભગ છેલ્લા ર માસથી ઉદ્દભાવેલ લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે સુરક્ષીત જણાતા સ્થાનીક કેશોદમાં ગત બુધવારે એક કેસ સામે આવ્યા બાદ ગઇકાલે ક્રમશઃ કોરોના વાઇરસના વધુ ૪ કેસોના ઉમેરો થતાં છેલ્લા ૪૮ કલાકના સમયમાં કોરોનાના કુલ પ કેસ પોઝીટીવ જણાતા લોકોમાં સાવધાની સાથે ફફડાટ વ્યાપી જવા પામેલ છે. બીજી તરફ આ સ્થિતિ વચ્ચે તંત્ર પણ દોડતું થયેલ છે

ગત બુધવારે કેશોદમાં સૌ પ્રથમ દિલીપભાઇ ગજેરાને કોરોના સંદર્ભે પોઝીટીવ કેસ સામે આવતા તંત્ર દ્વારા પિપલીયાનગરના કેટલાક વિસ્તારને સિલ કરી સેનેટરાઇઝ કરવા સહીતના પગલા તંત્ર દ્વારા લેવાનું શરૂ કરેલ હતું.

દરમિયાન આ સ્થિતિ વચ્ચે બ્રાહ્મણ પરિવારના ભાવનાબેન તથા પુત્રી ગોરલ અને પૂત્ર તેજશને પણ કોરોના પોઝીટીવ આવેલ હતા આ પરિવારના સભ્યો પણ મુંબઇથી કેશોદ આવેલ હતા અને અહીના શફારીપાર્ક-૧ માં આવેલ મકાનમાં હોમ કોરોન્ટાઇન થયેલ હતા.

બીજી તરફ દિલીપભાઇ ગજેરાની પુત્ર કૃતિકાનો પણ ગઇ સાંજે તેમના પિતાની માફક કોરોના પોઝીટીવ આવેલ છે.

પિતા દિલીપભાઇને કોરાના પોઝીટીવનો રીપોર્ટ આવ્યા બાદ આઘાતના કારણે કૃતિકાની તબીયત પણ લથડાતા તેમને તેમના માતાને જુનાગઢ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે છેલ્લા બે દિવસથી રાખવામાં આવેલ આ અંગે આ પરિવાર સાથે પારિવારીક નાતો ધરાવતા હીરેનભાઇ વણપરિયાના જણાવ્યા મુજબ કૃતિકાના માતાને પણ જુનાગઢ હોસ્પીટલ ખાતે કોરોનટાઇનમાં રાખવામાં આવેલ હોઇ અને તેમનો રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને ગત રાત્રીના હોસ્પીટલમાંથી રજા આપવામાં આવેલ છે.

સ્થાનીક કેશોદમાં પટેલ પરિવારના બે સભ્યો તથા બ્રાહ્મણ પરિવારના ૩ સદસ્યો કોરોના વાઇરસના પ્રભાવ હેઠળ આવતા જુનાગઢ ખાતે ઉભી કરાયેલ કોવિદ હોસ્પીટલમાં સારવાર અર્થે રાખવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ બન્ને પરિવાર મુંબઇથી જુદા જુદા સમયે બસ દ્વારા કેશોદ ખાતે આવ્યા છે હોમકોરેન્ટિાઇનમાં રહેલ હતા.

દરમિયાન ગઇકાલે રાત્રેના સફારી પાર્ક ખાતે પણ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના આદેશના અનુસંધાને તંત્રવાહકો દોડી જઇ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ કોરોના સામેના આરક્ષણ અંગેના જરૂરી પગલા લેવામાં આવેલ છે.

આ સ્થિતિ વચ્ચે સફારી પાર્ક-૧ના સુચિત વિસ્તારને કોન્ટેઇનમેન્ટ જાહેર કરી સિલ કરવામાં આવેલ છે જયારે સફારી પાર્ક-૧ ઉપરાત આસપાસના વિસ્તાર જેાવ કે સફારીપાર્ક-ર સ્થાપત્ય બી અને પંચવટી એપાર્ટમેન્ટ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી અને દેવાણીનગરના નામથી ઓળખાતા વિસતારોનો બફર ઝોનમાં સમાવેશ કરી આ વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા સ્ક્રીનીંગ, ફોટલીંગ, અને ટેસ્ટીંગની સઘન કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

કોરેન્ટેઇન્મેન્ટ એરીયામાં કોઇપણ વ્યકિત અંદર કે બહાર થઇ શકશે નહી અને આ વિસ્તારમાં આવશ્યક ચિજ વસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરી તમામ બાબતોનું ગાઇડલાઇન મુજબ નિયમન કરવામાં આવેલ છે.(

(12:48 pm IST)