સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

મોરબીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી, સિંચાઇના પાણી અને ખેત ધિરાણ ફેર બદલ અંગે કલેકટરને રજુઆત

મોરબી,તા.૨૩: ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખ જીલેશ કાલરીયાએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ટંકારા તાલુકાના ૧૮૪૯ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે હજુ સુધી ખરીદીનું કોઈ આયોજન નથી તા ૧૮ ના રોજ ૧૫ ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવેલ જેમાંથી ૬ ખેડૂતોના ઘઉંની જોખાય જે તે તારીખે પૂર્ણ થયેલ હતી બાકીના ૪ ખેડૂતોને પોતાના વાહનો સાથે પુરવઠાના ગોડાઉન પર જ રાત રોકાવવાનો વારો આવેલ બીજા દિવસે ૧૯ તારીખે મજૂરોની વ્યવસ્થા નો થતા ખેડૂતોએ જાતે પોતાનો માલ જોખી અને કટા ભરવા પડેલ અને ૧૫ ખેડૂત પછી એકપણ ખેડૂતોને બોલાવવામાં આવેલ નથી અને બે દિવસથી ખરીદી સદંતર બંધ છે.

મોરબી તાલુકામાં ૬૦૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે જેમાંથી દરરોજ માત્ર ૪ કે ૫ ને બોલાવાય છે જે રીતે કામગીરી પૂર્ણ થતા ચોમાસું આવી જવાનો ભય રહે છે હળવદ તાલુકામાં ૧૦૦૦ ઉપર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે તેમાં પણ કયાંક ને કયાંક ઢીલાસ જણાય છે. તે ઉપરાંત હાલ નર્મદા ડેમમાં પાણીનો પુરતો જથ્થો હોય આપણા દરેક ડેમ સૌની યોજના દ્વારા નર્મદા સાથે જોડાયેલ હોય ખાલી ડેમોમાં તથા નર્મદા લાગુ સિંચાઈ કેનાલોમાં જો યોગ્ય સમયે પાણી છોડવામાં આવે તો ખેડૂતો આગોતરું વાવેતર કરી સકે છે હાલની કોરોના પરિસ્થિતિમાં જીલ્લાના ખેડૂતો પહેલેથી જ મુસીબતમાં છે.ખેડૂતોના ધિરાણ આગલા વર્ષમાં ફેરવી દેવામાં આવે તો સરકારને કોઈ નુકશાની જાય તેવું નથી જેથી આ બાબતે યોગ્ય કરવા તેમજ ઘઉં ખરીદ નો મુદો હાલની સ્થિતિએ ખુબ અગત્યનો હોય જેથી ઝડપથી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.(

(12:42 pm IST)