સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

જેતપુરના રેશમડી ગાલોળ ગામે દિપડાને પકડવા ગયેલ ફોરેસ્ટ કર્મી ઉપર દિપડાએ જ હૂમલો કર્યો

સરપંચ સહિતના લોકો ફોરેસ્ટ કર્મીને હોસ્પિટલે લઇ ગયાઃ બગલમાં ઉંડો ઘા હોવાથી વધુ સારવાર માટે જુનાગઢ લઇ જવાયા

જેતપુર તા. ર૩ :.. રેશમડી ગાલોળ ગામે દિપડાને પકડવા ગયેલ ફોરેસ્ટર ઉપર દિપડાનો હૂમલો થયાનું બહાર આવેલ છે.

જાણવા મળતી વિગત અનુસાર તાલુકાના રેશમડી ગાલોળ ગામે આવેલ લીંબાભાઇ રામજીભાઇ વઘાસીયાની વાડી પાસે દિપડો હોય તેને પકડવા પાંજરૂ મુકવા માટે સરપંચ ભરતભાઇએ ફોરેસ્ટમાં જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારી રામજીભાઇ મનજીભાઇ મકવાણા આજરોજ સવારે ત્યાં ગયેલ.દરમિયાન રામજીભાઇ દિપડાની તપાસ કરવા માટે વાડી નજીક જતા દિપડાએ તેની ઉપર હૂમલો કરતા શરીરે અનેક જગ્યાએ ઇજાઓ કરેલ તેથી તેને સરપંચ સહીતના લોકોએ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલે લાવવામાં આવતા બગલના ભાગે ઉંડો ઘા લાગલ હોય તેને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ છે.સરપંચે વધુ માહીતી આપતા જણાવેલ કે આ દિપડાનો ત્રાસ  ઘણા દિવસથી તેને પકડવા  પાંજરૂ મુકવા માટે બોલાવેલ દિપડો પાંજરે પુરાય તે પહેલા ફોરેસ્ટના કર્મચારી ઉપર જ હૂમલો કરેલો આ વિસ્તારના ખેડૂતો પણ દિપડાના ત્રાસથી ત્રાહીમામ થઇ ગયેલ.

(12:40 pm IST)