સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

ગ્રીન ઓરેન્જ ઝોનમાં એકી બેકીના નિયમો દૂર કરવા માંગ

ગઢાળાના સરપંચ દ્વારા મુખ્યમંત્રીને લેખીત રજુઆત

ઉપલેટા તા. ર૩ : સમગ્ર દેશ અને રાજયમાં કોરાના વાયરસના પગલે સરકારશ્રીએ લોકડાઉનની જાહેરાત કરેલ છે. આ લોકડાઉન દરમ્યાન લોકોને પોતાના ધંધા-રોજગાર અને જાહેર જનતાને બંધ પાળી કાયદાની અમલવારી કરાવવામાં આવી રહી છે.

ત્રણ લોકડાઉન પુરા થયા બાદ ચોથા લોકડાઉનમાં થોડી છુટછાટ મળી છે. ત્યારે ગઢાળાના સરપંચ નારણભાઇ આહિરે મુખ્યમંત્રીને સંબોધી જણાવેલ છે કે મોટાઉદ્યોગો અને કરોડપતી લોકોને લોકડાઉનથી કોઇ નુકશાની કે ફર્ક પડેલ નથી પરંતુ નાના શહેરોમાં વસવાટ કરતા મધ્યમ વર્ગીય લોકો અને નાના-મોટા વેપાર કરતા વેપારીઓ છેલ્લા ૬૦ દિવસથી લોકડાઉનનો અમલ કરી પોતાના ધંધા-રોજગાર બંધ પાળી ઘરે બેસી આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે.

ચોથા લોકડાઉન દરમ્યાન ગ્રીન અને ઓરેંજઝોનમાં આવતા વિસ્તારોમાં સ્થાનીક અધિકારીઓએ થોડી છુટછાટ સાથે દુકાનદારોને ઓડ અને ઇવનની સીસ્ટમથી દુકાનો બપોરના ૪ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની જાહેરાત કરેલ છે.

આ અંગે સરપંચે જણાવેલ છે કે એકી બેકી અને અડધો દિવસની છુટછાટ હોવાથી લોકો ભયના માર્યા વસ્તુ ખરીદવા માટે લાંબી કતારો લગાવે છે. અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થતું નથી તેથી આવા વિસ્તારોમાં કાયમી ધોરણે વેપારીઓ પોતાની દુકાનો ખોલી સરકારની ગાઇડલાઇન મુજબ વેપાર કરી શકે તે અંગે જણાવેલ હતું.

(12:11 pm IST)