સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

મુસાફરોને સ્થળ પર જ જરૂરી દવા મળી રહે તે માટે એસ.ટી. ડેપો પર મેડીકલ સ્ટોર શરૂ કરવા અનુરોધ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, વાહન વ્યવહાર મંત્રી રણછોડભાઇ ફળદુને પત્ર પાઠવતા કૌશિકભાઇ વેકરીયા

અમરેલી, તા. ર૩ : કોરોના જંગ સામેની લડત સાથે તકેદારી સાથે મુસાફરોની આવન-જાવન શરૂ થઇ છે તેવા સમયે મુસાફરોને આવશ્યક દવાઓ એસ.ટી. ડેપો પરથી જ મળી રહે તે માટે તાલુકા-જીલ્લા એસ.ટી. ડેપો ખાતે મેડીકલ સ્ટોર શરૂ કરવા અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી અને યુવા નેતા કૌશિક વેકરીયાએ રાજય સરકારમાં રજૂઆત કરી છે.

વેકરીયાએ વધુમાં જણાવેલ છે કે, મુસાફરોમાં વિદ્યાર્થીઓ, બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના સૌ કોઇ મુસાફરી કરતા હોઇ, દવાની જરૂરીયાતના સમયે ડેપોથી દૂર થવાની જરૂરત ન રહે. સમય અને નાણાનો વ્યય ન થાય તે માટે આવી સુવિધા ડેપો ઉપર શરૂ કરવા લોકહિતની રજુઆત રાજય સરકાર સમક્ષ કરી હોવાનું અખબારી યાદીના અંતમાં જણાવાયેલ છે.

(12:10 pm IST)