સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

મોટી પાનેલી ઈદ નિમિતે લોકડાઉનનો ભંગ ન થાય તે માટે ઘરે જ નમાજ અદા કરી ઉજવણી કરવા સમાજને પ્રમુખશ્રીનું ફરમાન

મોટી પાનેલી,તા.૨૩: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આસપાસના ખારચીયા, વલાસણ, ઝાર, માંડાસણ, વલાસણ ગામના તમામ મુસ્લિમ પરિવારોમાંઙ્ગ આગામી ઈદ ના તહેવાર ને લઈને ભારે ઉત્સાહીત રીતે બજારોમાં નવા વસ્ત્રો તેમજઙ્ગ સામગ્રી ખરીદી કરવા નીકળી રહ્યા છે મુસ્લિમ લોકોમાં ઈદના તહેવારને લઈને ભારે ખુશી જોવા મળી રહી છે પરંતુ હાલ કોરોના મહામારીને લઈને ચાલતા લોકડાઉન અને વાઇરસ ના સંક્રમણના ભયને લઈને મોટી પાનેલી મુસ્લિમ સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ શોરા એ પાનેલી તેમજ આજુબાજુ ના તમામ ગામના દરેક મુસ્લિમ લોકોને સોસીયલ મીડિયા ના માધ્યમ થી ફરમાન કરી જણાવેલ છે કે જાહેરનામાનો ભંગ ના થાય અને સરકારી ગાઈડ લાઈન મુજબ સર્વોએ ઈદની નમાજ દ્યરે રહીને અદા કરી અલ્હાની ઈબાદત કરવી અને ત્યારબાદ પણ સમય મર્યાદામાં એક બીજા થી દુરી રાખી દિલ પર હાથ રાખી ઈદ ની મુબારક પાઠવવી. ઈદ નો પવિત્ર તહેવાર આ રીતે ઉજવણી કરવાની તાકીદ સમાજ પ્રમુખે કરતા સર્વોને અગાઉથીજ ઈદની મુબારક પણ પાઠવેલ.

(12:09 pm IST)