સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

દામનગર નગરપાલિકા પ્રમુખ અને લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા

સોપારી-તમાકુ-બીડીના કાળાબજાર કરતા વેપારી સામે કડક કાર્યવાહી કરાશે

દામનગર,તા.૨૩: દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે પાન- બીડીના ગલ્લાઓ ખુલી ગયા હોય તે દરમ્યાન જો કોઈ પણ વ્યકિત પાસેથી પાનના ગલ્લા વાળા તરફ અથવા તોબેકો ના વિક્રેતા તરફથી આવશ્યક તમાકુ, સોપારી, માવો, બીડી વિગેરેના નક્કી કરેલ ભાવ સિવાય એક પણ પૈસો વધારે લેતા હોય તો તે અંગેની દામનગર નગરપાલિકા તેમજ લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળને જાણ કરશો જેથી અમો સાથે રહીને આ અંગે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ તેમજ મામલતદાર  અને કલેકટર અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી આવા તત્વો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે તો પાન,બીડી અને તમાકુના કાળા બજાર કરતા તત્વો ના નામ સાથે જાણ કરવા અપીલ કરી છે.

(12:04 pm IST)