સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

મોરબી કોરોના પોઝીટીવ દર્દીના વિસ્તારમાં તકેદારી પગલા

મોરબીઃ વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી રેવા પાર્કમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે વૃધ્ધા ગત તા. ૧૮ ના રોજ મુંબઈથી મોરબી આવ્યા હતા અને તેને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા હતા જેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવતા મોરબી જીલ્લાના આરોગ્ય અધિકારી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પાલિકાની ટીમ પહોંચી હતી અને વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે અને તકેદારીના પગલા લેવામાં આવી રહેલ છે. તે તસ્વીર.

(11:57 am IST)