સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

વૈભવ પેટ્રોલીયમ જામકંડોરણા દ્વારા

ધોરાજીની સરકારી કચેરીઓને ફુટ ઓપરેટીંગ સેનીટાઇઝ મશીન અપાયા

ધોરાજી તા. ર૩ : અહિંની સરકારી હોસ્પીટલ ડી.સી.ઓફીસ પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફીસ તથા ધોરાજીના તમામ ખાનગી હોસ્પીટલોને જામકંડોરણાના વૈભવ પેટ્રોલીયમ દ્વારા ફુડ ઓપરેટર સેનીટાઇઝર મશીન અર્પણ કરાયા છે.

આ પ્રસંગે ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે આહીર અગ્રણી લક્ષ્મણભાઇ અને હિરેનભાઇ,  કેતનભાઇ કુજડીયા, સરકારી હોસ્પીટલના અગ્રીમ્ય ડો. જયેશભાઇ, ડો. રાજબેરા નર્સીંગ સ્ટાફ તેમજ રાજદીપભાઇ જલુ, મયુરભાઇ ચાવડા, દિપકભાઇ માથુકીયા સહીતના હાજર રહેલ હતા.

આ તકે સરકારી હોસ્પીટલના અધીક્ષકો વૈભવ પેટ્રોલીયમના લક્ષ્મણભાઇ, હિરેનભાઇ અને કેતનભાઇ કુંજડીયાની સેવાઓને બીરદાવી હતી.

(11:56 am IST)