સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

ઓખા ર૭માં રોજાના દિવસે પબુભા માણેક પરિવાર દ્વારા ૧૦૦૦ લીટર દૂધ કોલડ્રીંકસનું વિતરણ કરાયું

મીઠાપુર તા.ર૩ : હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે તેમાં પણ ર૭માં રોજાનું અનેરૂ મહત્વ છે. ત્યારે ઓખામંડળના ભામાશા તરીકે ઓળખાતા સ્વ. વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા આ પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો માટે ૧૦૦૦ લીટર દુધ કોલડ્રીંકસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પ્રસંગે પબુભા માણેકના પુત્ર અને સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહદેવસિંહ પબુભા માણેક હાજર રહ્યા હતા અને એકતામાં જ અનેકતાના સાચા અર્થમાં દર્શન કરાવ્યા હતા સાથે સાથે તેઓએ આ કાર્યને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ ગણાવ્યું હતું. (તસ્વીર દિવ્યેશ જટાણીયા-મીઠાપુર)

(11:51 am IST)