સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

રાજકોટમાં કિસાન નેતાને પોલીસ દ્વારા માર મારતા પગલાની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના કિશાન નેતા દ્વારા આવેદનપત્રો અપાયા

વઢવાણ,તા.૨૩: ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા ને રાજકોટ પોલીસ દ્વારા બેરહમી પુર્વક માર મારનાર પોલીસ કર્મીઓ ને ડીસમીસ કરવા બાબતે જિલ્લા ના ખેડૂતો દવારા ઠેર ઠેર આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માગણી કરવામાં આવેલ છે.

રાજકોટ કલેકટર કચેરી ખાતે પી. એમ. ફંડમાં આ કોરાનાની મહામારી મા દેશ સેવામાં ઉપયોગી થવા માટે ખેડૂતો કપાસ, ડુંગળી, ઘંઉ જેવી જણસો લઈ ને પી. એમ. ફંડમાં જમાં કરાવવા માટે જતાં હતાં ત્યારે પોલીસ દ્વારા કલેકટર કચેરી ખાતે અટકાવી તેમને જવા દેવામાં આવેલ નહોતા અને પાલભાઈ આંબલિયા, કિશાન કોંગ્રેસ પ્રમુખ ગુજરાત પ્રદેશ, ગીરધરભાઈ વાઘેલા, ચેતનભાઈ ગઢીયા, ગઢવીભાઈ, પ્રવિણભાઇની ધરપકડ કરવામાં આવેલ હતી ત્યારબાદ પાલભાઈ આંબલિયા ને પોલીસ દ્વારા અન્ય લઈ જવામાં આવેલ હતા અને ત્યાં બેરહમી પુર્વક માર મારવામાં આવેલ હતો પછી પોલીસ મથકે મુકી ગયા હતાં

પોલીસ અન્ય ગુનાઓ સામેલ કરી પાલભાઈ ને લોકઅપમાં ગોંધી રાખવામાં આવેલ તો ખેડૂત આગેવાનનો ગુન્હો શું?? કેમ ખેડૂતો પી. એમ. ફંડમાં તેમનો પાક જમાં ન કરી શકે?? તો આપ ને જણાવવાનું કે આ પોલીસ કર્મીઓ ને તાત્કાલિક ડીસમીસ કરવામાં આવે અને કોઈ પગલાં તેમની સામે ભરવામાં નહીં આવે તો ગુજરાત ભર ના ખેડૂતો તાલુકા મથકે જિલ્લા મથકે ના છુટકે આંદોલન છેડશે. આ સરકાર ખેડૂતો નો અવાજ આ રીતે દબાવી દેવાના જે પ્રયત્નો કરી રહી છે પોલીસ બળ પ્રયોગ કરી તે હરગીઝ ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવેલ છે.

મુળી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રધ્યુમનસિંહ પરમાર અને સહદેવસિંહ પરમાર દ્વારા તેમજ ખેડૂત એકતા મંચ સુરેન્દ્રનગર પ્રમુખ રાજુભાઇ કરપડા દ્વારા મુળી મામલતદાર આવેદનપત્ર આપી પાલભાઈ આંબલિયા મુદ્દે કડક પગલા ભરવાની માંગણી કરતુ આવેદન પાઠવવામાં આવેલ હતું.

(11:49 am IST)