સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

ધોરાજી કોરોનાના કેસને લઇ ઉચ્ચ અધીકારીઓની તપાસ : મેડીકલ ટીમો ડોર ટુ ડોર

ધોરાજી,તા.૨૩ : ધોરાજી એક કોરોના કેસ આવ્યા બાદ ફરી એક કેસ ધોરાજીના આંબલી કુવા ચોક વિસ્તારમાં આવતા રાજકોટ રૂરલ SP બલરામ મીણા, DC મીયાણી, PI વિજય જોષી માલતદાર જોલપરા બ્લોક હેલ્થ ઓફીસર ડો. પુનીત વાઘાણી, ચીફ ઓફીસર દવે અને જીલ્લા આરોગ્યના અધીકારીઓએ ધોરાજીમાં આવેલ  કોરોનાના કેસ જે યુવક અમદાવાદથી મંજુરી લઇ ધોરાજી આવેલ અને ૧૦ દિવસ હોમ કોરેન્ટાઇન રહ્યા બાદ શરદી ઉધરસ સહિતના લક્ષણો દેખાતા ખાનગી ડોકટર પાસે સારવારમાં જતા આ અંગે કોરોનાનો રોપોર્ટ કરવા ધોરાજી કોરોના કેર સેન્ટર ખાતે સેમ્પલ લેવાયું હતું. અને પોઝીટીવ આવતા તેને રાજકોટ ખસેડાયા. આ પટેલ યુવાન ૪૨ વર્ષનો છે. અને બીમારી સબબ ઓપરેશન અને અન્ય બીમારીઓ અંગે આરોગ્ય અધીકારીઓ તપાસ કરી રહેલ છે. અને રૂરલ એસપી ધોરાજીના આબલી વિસ્તારમાં રૂબરૂ મુલાકાતે આવતા આજુ-બાજુના લોકો હોમ કોરેન્ટાઇન ન થવુ પડે એ માટે પોતાના ઘરે તાળા મારી જતા રહેલ એ લોકોે જેને ઘરે ગયેલ છે. ત્યાજ ૧૪ દિવસ હોમકોરેન્ટાઇન કરાશે અને આ વિસ્તારમાં મેડીકલ ટીમો દ્વારા દરેક લોકોનું મેડીકલ ચેક અપ કરવાનું ચાલુ થઇ ગયેલ છે.

(11:47 am IST)