સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

તીડના આક્રમણથી રાજુલા પંથકમાં ખેડૂતોને 'પડયા ઉપર પાટુ' જેવી સ્થિતિ

રાજુલા તા. ર૩ :.. રાજુલા - જાફરાબાદ - ખાંભા વિસ્તારના ખેડૂતો કોરોનાં લોકડાઉનના કારણે પોતાની જણસો વહેચવા માટે ચિંતાતુર છે.

ત્યારે તેઓને પોષણક્ષમ ભાવો હાલના સંજોગોમાં મળતા નથી એવામાં ખેડુતોને પડયા પર પાટા સમાન તીડના આક્રમણથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજુલા તાલુકાના જાણવ મળતી વિગત મુજબ છતડીયા-વડ-હિંડોરણા-ખાખબાઇ - બારપટોળી અને આસપાસના ગામો તેમજ જાફરાબાદ તાલુકાના કાગવદર-ભટવદર-બાબાની વાવ, નાગેશ્રી, આસપાસ તેમજ ખાંભા તાલુકાના આદસંગ - રાણીંગપરા-રાયડી-આસપાસના વિસ્તારમાં તીડના આક્રમણથી ખેતી પાકો જેવા કે બાજરો - જુવાર, રજકો, આંબાની કલમો, બાગપતિ પાકો તેમજ ખેત જણસો શાક-બકાલાના પાકોને નુકસાન અંગે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હાલ તો આ વિસ્તારના જગતના તાત જેવા ખેડૂતો હાકલા- પડકારા-દેકારા - થાળી અને વાસણ વગાડી અવાજ કરી તીડને ભગાડવાના પ્રયાસો કરી રહ્યા છે.

અતિવૃષ્ટી બાદ કોરોના હવે તીડના આક્રમણથી ખેડૂતોમાં ચિંતા વધી છે. સરકારી તંત્ર સત્વરે આ દિશામાં સુચક કાર્યવાહી કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.

(11:36 am IST)