સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ બે કેસ : કુલ ૪ પોઝીટીવ

અમરેલી :: અમરેલી જિલ્લામાં આજે આજે  કોરોના વાયરસના વધું ૨ પોઝિટિવ કેસ મળી કુલ ૪ કેસ નોંધાયેલ છે.

જેમાં સાવરકુંડલાના નાના જિંજુડા ખાતે ૪૫ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી ગઈકાલે કોરોનાના લક્ષણો જણાતાં સિવિલ ખાતે દાખલ કરાયા હતા

જ્યારે અમરેલીના ચાડીયા ખાતે ૪૨ વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે બાપુનગરથી ૨૦ મે ના અમરેલીમાં આવેલા હતા તાવ, ખાંસીના લક્ષણો જણાતાં તા. ૨૧ થી સિવિલ અમરેલીમાં દાખલ કરાયા હતા

હાલ, આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

(11:30 am IST)