સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

આટકોટ-જસદણમાં 'કોરોના'ની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ

મુંબઇથી આવેલ મહિલા અને અમદાવાદથી આવેલ પુરૂષ ઝપટેઃ દર્દીનાં રહેણાંક વિસ્તારો સીલઃ તંત્રમાં દોડધામ

જસદણ : જસદણમાં મહિલાને કોરોના પોઝીટીવ આવતા આ વિસ્તાર સીલ કરી દેવાયો છે. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી -જસદણ)

આટકોટ તા. ર૩ :.. જસદણના સરકારી તંત્રની સમય - સુચકતાને લીધે આજ દિવસ સુધી કોરોનાનો કેસ આવ્યો ન હતો પરંતુ જસદણમાં મુંબઇથી આવેલ મહિલા અને આટકોટમાં અમદાવાદથી આવેલ પુરૂષને કોરોનાં પોઝીટીવ આવતાં જસદણ પંથકમાં કોરોનાની એન્ટ્રી થતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.

જસદણના સીન્ડી ચોક પાસે રહેતા સગાને ત્યાં મુંબઇથી આવેલા મંજુબેન કિશોરભાઇ માલવીયા ઉ.વ.પ૦ ને કોરોના રીપોર્ટ કાલે પોઝીટીવ આવતા કોઠીના નાલા તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભયનું લખલખુ પ્રસરી ગયુ હતું.

બીજા કેસમાં હજુ બે દિવસ પહેલા જ અમદાવાદનાં નિકોલ વિસ્તારમાંથી આટકોટ કલાલનાં બંગલા પાછળ રહેવા આવેલા મુળ બંધિયા ગામનાં અશોકભાઇ કાનજીભાઇ ભાદાણી ઉ.વ. ૪૪ ને પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. અને વ્હેલી સવાર સુધી તંત્ર દ્વારા યુધ્ધનાં ધોરણે પગલા ભરી જસદણ અને આટકોટનાં બંને વિસ્તારો સીલ કરી દીધા છે.

જસદણના પોઝીટીવ દર્દી સાથે રહેતા ચાર અને આટકોટના દર્દીના સંપર્કમાં રહેલા ચાર વ્યકિતઓને રાજકોટ ખાતે કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

ગઇકાલે રાત્રે આ બંનેનાં સમાચાર સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હતાં જેમાંે શરત-ચુકથી ેેેેેેેશ્રીનાથજી પેટ્રોલીયમનું સરનામુ લખાતા લોકો આ વિસ્તારમાં પુછપરછ ચાલુ કરી જોવા નિકળી પડયા હતાં. પરંતુ જસદણના શ્રીનાથજી પેટ્રોલીયમ પાસેના બદલે કોઠીના નાલા પાસે  હોવાનું જાણવા મળતા આ વિસ્તારના લોકોમાં રાહત ફેલાઇ હતી.

ગઇ રાત્રે બન્ને બનાવમાં જસદણનાં પ્રાંત અધિકારી ગલચર, ટી.ડી.ઓ., આરોગ્ય શાખાનાં એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. રાઠોડ, આસીસ્ટન્ટ ડો. ઉપાધ્યાય, તાલુકા હેલ્થ ઓફીસર ડો. રામ, સુપરવાઇઝર પી. એમ. શુકલા, આટકોટના ડો. ચૌધરી, આટકોટ પોલીસ સ્ટેશનનાં પી. એસ. આઇ. મેતા સહિતનાઓએ વ્હેલી સવાર સુધી યોગ્ય કાર્યવાહી કરી હતી.

જસદણ

જસદણ જસદણમાં કોઠીના નાલા તરીકે ઓળખાતા વિસ્તારમાં શ્રીનાથજી ચોક ખાતે રહેતા પટેલ મંજુબેન કિશોરભાઈ માલવિયા (ઉંમર વર્ષ ૫૦ ) બે દિવસ પૂર્વે મુંબઈથી આવ્યા હતા. આથી તેમની તપાસ હાથ ધરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જસદણમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા શ્રીનાથજીઙ્ગ ચોક ખાતે પોઝિટિવ કેસ ધરાવતા મંજુબેન માલવીયાના ઘર પાસેના વિસ્તારમાં જસદણ આરોગ્ય ટીમ, નગરપાલિકા ટીમ, પોલીસ ટીમ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હતો. મંજુબેન કિશોરભાઈ માલવિયા તથા તેના પતિ કિશોરભાઇ લખમણભાઇ માલવિયા પ્રથમ લોકડાઉનના થોડા દિવસ પૂર્વે મુંબઈ ખાતે કિશોરભાઈના બહેનને ત્યાં ગયા હતા. લોકડાઉનમાં તેઓ ફસાઈ જતાં અત્યાર સુધી મુંબઇ રોકાયેલા હતા. આમ મંજુબેન તથા કિશોરભાઈ તારીખ ૨૧ - ૫ ની સવારે મુંબઈથી ટ્રાવેલ્સ દ્વારા ચોટીલા ખાતે આવ્યા હતા અને ચોટીલા ખાતેથી સ્પેશિયલ ગાડી દ્વારા જસદણ પહોંચ્યા હતા. મંજુબેનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એમ્બ્યુલન્સ દ્વારા જસદણ થી ગઇકાલે મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે મંજુલાબેનના પરિવારજનોને સમરસ હોસ્ટેલ રાજકોટ ખાતે કોરેન્ટાઇલ કરવામાં આવ્યા છે. મંજુબેનના પુત્ર રાહુલ કિશોરભાઈ માલવિયા તથા બીજા પુત્ર મહેન્દ્રભાઈ કિશોરભાઈ માલવિયા અને મંજુબેનના પતિ કિશોરભાઈ લખમણભાઇ માલવિયાને સમરસ હોસ્ટેલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે અને કોરેન્ટાઇલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ચોટીલા ખાતે ગાડી લઈને તેડવા ગયેલા સાવન મનસુખભાઈ હિરપરાને પણ સમરસ હોસ્ટેલમાં રાજકોટ ખાતે કોરેન્ટાઇલ કરવામાં આવ્યા છે.

ગઈકાલે રાત્રે રાજકોટ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. નિલેશ રાઠોડ,ઙ્ગ જસદણ બ્લોક હેલ્થ ઓફિસરઙ્ગ ડો. સી. કે. રામ, પીયૂષભાઈ શુકલા,ઙ્ગ પ્રાંત અધિકારી પી.જે. ગલ્ચર, મામલતદાર આઈ. જી. ઝાલા,ઙ્ગ પી આઈ કે. આર. રાવત, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, નગરપાલિકાના ઇન્સ્પેકટર પ્રતાપ ભાઈ સોલંકી,ઙ્ગ સંજયભાઈ ડાભી સહિતનું તંત્ર શ્રીનાથજી ચોક ખાતે પહોંચ્યું હતું અને આ વિસ્તારની કેટલીક શેરીઓને આઇસોલેટ કરી કન્ટેનમેન્ટ ઝોન કરવાની કામગીરી કરી હતી. આ વિસ્તારની વિવિધ શેરીઓમાં આજે સવારથી જ આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

નગરપાલિકા તંત્ર દ્વારા શ્રીનાથજી ચોક ખાતે સ્વચ્છતા અભિયાન ની સાથે આ વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જસદણના લોકો કોરોના ને ગંભીરતાથી લેતા નહીં પરંતુ હવે જસદણમાં સૌ પ્રથમ કેસ નોંધાતા હવે જસદણના લોકોએ પણ કોરોનાને ગંભીરતાથી લેવા માટેની શરૂઆત કરી છે. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા મંજુબેન તથા તેમના પતિ કિશોરભાઈ જે ટ્રાવેલ્સ દ્વારા મુંબઈ થી ચોટીલા સુધી આવ્યાઙ્ગ તે ટ્રાવેલ્સના તમામ પેસેન્જરોના ટેસ્ટ કરવા માટે તેમની વિગતો મેળવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

(11:11 am IST)