સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

મહુવામાં દિયરના હાથે ભાભીની હત્યા

અફસાના યુનુસભાઇ ઘાંચીના માથામાં લોખંડનો પાઇપ ફટકારીને ઇલીયાસ ભાસએ મોતને ઘાટ ઉતારી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર૩ : ભાવનગર જીલ્લાના મહુવાના ખારા વિસ્તારમાં રહેતા અફસાનાબેન યુનુસભાઇ ઘાંચી ઉ.વ.ર૮ને તેના ઘેર તેના દિયર સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલ દિયર ઇલીયાસ અલારખાભાઇ ભાસએ ભાભી અફસાનાબેનના માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારતા ગંભીર ઇજા થતાં તેને લોહીયાળ હાલતે હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવની જાણ થતાં જ મહુવા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે દિયર ઇલીયાસ અલારખાભાઇ ભાસ વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:54 am IST)