સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

મોરબીમાં ઓનલાઈન ટોકન લેવા સબ રજીસ્ટ્રાર નં ૨ નું સેક્શન સત્વરે ચાલુ કરો:બિલ્ડર્સ એસોએ આવેદન આપ્યું

 

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોના પ્રમુખ શામજીભાઈ રંગપરીયાએ સબ રજીસ્ટ્રાર મોરબીને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં મોરબી તાલુકાના દસ્તાવેજોનું પ્રમાણ વધુ હોય અને મોરબીમાં ઘણા બધા કારખાના આવેલ છે અને બાંધકામો પણ ઘણા પ્રમાણમાં થતા હોય મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં દરરોજના ઘણા દસ્તાવેજો તથા મોર્ટગેજ તથા રીલીઝની કામગીરી રહેતી હોય હાલ એક સબ રજીસ્ટ્રારનું સેક્શન ચાલુ છે.

દરરોજના થોડા દસ્તાવેજ થતા હોવાથી દસ્તાવેજોનું ભારણ વધતા હાલ ઓનલાઈન ટોકન મેળવવામાં ૧૦-૧૨ દિવસનું વેઈટીંગ આવતું હોવાથી દસ્તાવેજોનો નિકાલ થઇ સકે તે માટે સબ રજીસ્ટ્રાર કચેરી, મોરબીમાં ઓનલાઈન ટોકન લેવા માટે સબ રજીસ્ટ્રાર નં ૦૨ નું સેક્શન (લોગીન) સત્વરે ચાલુ કરવાની માંગ કરી છે જેથી લોકોની સુખાકારી અને જરૂરીયાતને ધ્યાને લઈને બાબતે તાત્કાલિક ઘટતું કરશો તેમ જણાવ્યું છે.

(12:39 am IST)