સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd May 2020

મોરબીમાં કોરોના પોઝીટીવ દર્દીના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન કરવા તજવીજ હાથ ધરાઈ

રહીશોને પણ હોમ કોરોનટાઈન કરવાની કવાયત

 

મોરબી શહેરમાં બીજો અને જીલ્લામાં ત્રીજો પોઝીટીવ કેસ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાકીદે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી છે તે ઉપરાંત વિસ્તારના રહીશોને પણ હોમ કોરોનટાઈન કરવાની કવાયત તંત્રએ હાથ ધરી છે

મોરબીના વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી રેવા પાર્કમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે વૃધ્ધા ગત તા. ૧૮ ના રોજ મુંબઈથી મોરબી આવ્યા હતા અને તેને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા હતા જેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવતા મોરબી જીલ્લાના આરોગ્ય અધિકારી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પાલિકાની ટીમ પહોંચી હતી અને વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે

તે ઉપરાંત વિસ્તારના રહીશોને પણ હોમ કોરોનટાઈન કરવાની તજવીજ આરોગ્ય તંત્રએ હાથ ધરી છે કોરોના પોઝીટીવ દર્દી વૃદ્ધ મહિલા અને તેના પતિ એમ બે વ્યક્તિ ઘરે રહેતા હોવાની માહિતી મળી હતી જેમાં વૃદ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને સિવિલ હોસ્પિટલના આઈસો લેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે

(12:37 am IST)