સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd May 2020

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તીડનું ઝુંડ ત્રાટક્યું :બાજરી-તલના પાકનો સોથ વાળી દીધો: હાલારમાં પણ આક્રમણનો ખતરો

તંત્ર દ્વારા 1077 નંબરની હેલ્પલાઈન સેવા શરૂ કરાઈ

 

રાજકોટ : : કોરોના સંકટ વચ્ચે તીડનું પણ સંકટ સામે આવ્યું છે. આફ્રિકા તરફથી આવેલું તીડનું મોટું ઝુંડ ગુજરાત તરફ વળ્યું છે. સૌરાષ્ટ્ર અને હાલરના ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તીડના ટોળા જોવા મળ્યા છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારા થયો છે. હાલારના જિલ્લાઓમાં તીડના આક્રમણનો ખતરો હોવાથી તંત્ર દ્વારા 1077 નંબરની હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે.

(12:35 am IST)