સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd May 2019

ટંકારાના બંગાવડીના કોટન ઇન્ડસ્ટ્રીઝની ૧ લાખની વીજ મોટરની ચોરી

ટંકારા તા ૨૩  :  તાલુકાના બંગાવાડી ગામેથી બંધ આઇ કૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂા એક લાખની કિંમતની વીજ મોટર ચોરાયાની ફરીયાદ પોલીસમાં થયેલ છે.

બંગાવાડી પાસે આઇકૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝને બેઝક દ્વારા સીઝ કરવામાં આવેલ , તેમાં બેન્ક દ્વારા સીકયુરીટી ગાર્ડ, રાકેશકુમાર શ્રવણકુમાર પંજાબી, સાધુ વાસવાણી રોડ, રાજકોટ, મુળ પંજાબના વતનીને મુકવામાં આવેલ. સીકયુરીટી ગાર્ડે ટંકારા પોલીસમાં તા. ૨૧ ના રાત્રીના અજાણ્યા ચોરોએ દરવાજા તોડી ચરખા ઉપર રાખેલ પાંચ હોર્ષ પાવરની ૨૦ ઇલેકટ્રીક મોટર કિંમત રૂા એક લાખનીચોરી ગયાની ફરીયાદ નોંધાવેલ છે. પોલીસે તપાસ હાથ ધરેલ છે.

(12:08 pm IST)