સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd May 2019

ગોંડલના ભોજપરા ગામે કોલ્ડ સ્ટોરેજમાંથી રર હજારની ચોરી

રાજકોટ, તા., ર૩: ગોંડલના ભોજપરા ગામે કોલ્ડ સ્ટોરેજની ઓફીસમાંથી તસ્કરો રર હજારની રોકડ ચોરી ગયા હતા.  પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભોજપરા ગામે મનીષભાઇ વાલજીભાઇ પરસાણા (રહે. રાજકોટ)ના આવેલ કોલ્ડ સ્ટોરેજમાં  રાત્રીના ૪ અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી  ઓફીસની ગ્રીલ તોડી ટેબલના ખાનામાં પડેલ રોકડ રર હજાર ચોરી કરી ગયા હતા. આ અંગે ફરીયાદ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:08 pm IST)