સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd May 2019

જસદણ બોરડીવાળી શેરીમાં ભૂગર્ભ ગટરના જોડાણ પ્રશ્ને તંત્ર દ્વારા કામ શરૂ થતા આંદોલન મોકૂફ

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા. ૨૩:  મોતીચોક વિસ્તારની બોરડીવાળી શેરીમાં ભૂગર્ભ યોજનાની મુખ્ય લાઈનનુ તંત્ર દ્વારા જોડાણ કરવાનુ રહી જતા  મેહુલભાઈ સંઘવી અને રહેવાશીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા યોગ્ય ઉકેલ નહી આવતા રસ્તા પરથી પસાર થતી મુખ્ય કુંડીને બુરી દઈ અડધા જસદણનુ પાણી રોકી રાખવાની ચિંમકી આપતા તંત્ર જાગયું હતું. પાણી પુરવઠા બોર્ડના ડેપ્યુટી ઈજનેર પી. એન. ત્રિવેદી, નગરપાલિકાના ઉપપ્રમુખ પંકજભાઈ ચાંવ, ઓવરસિયર ડી. ડી. દેલવાડીયા, અશોકભાઈ ભંડેરી સહિતના સતાધીશો સ્થળ ઉપર ઉપસ્થિત રહી જોડાણનુ કામ શરૂ કરાતા પૂર્વે બોરડીવાળી શેરીના રહીશ પાંચાભાઈ છાયાણી તેમજ વસંતભાઈ ત્રિવેદી દ્વારા ખાત મુહુર્ત કરી શ્રીફળ વધેરી ભૂગર્ભ યોજના ના બાકી રહી ગયેલા જોડાણને મુખ્ય કુંડી સાથે મિલાપ કરાવવાનુ શરૂ થયુ હતું. કામ શરૂ થઈ જતા આંદોલન બંધ રાખવાની મેહુલભાઈ સઘવીએ જાહેરાત કરી હતી.મોડી રાત્રી સુધીમાં વિવિધ પ્રકારની અડચણ ઉભી થતા અડધુ કામ પૂરૂ કરી ફરી વ્હેલી સવારથી કામ શરૂ થતાના વિસ્તારના રહિશોની મુશ્કેલીનો અંત આવ્યો હતો ભૂગર્ભ યોજનાના કર્મચારી કલ્પેશભાઈ છાયાણી જીવનભાઈ બારૈયા અનિલભાઈ બારૈયા તેમજ વાલજીભાઈ પરમારે નાના એવા પણ મુશ્કેલી ભર્યા કામની સફળતા પૂર્વક પતાવટ માટે પ્રસંશનીય ફરજ બજાવી હતી.

(11:10 am IST)