સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd May 2019

બૌધ્ધગુફા ખંભાલિડા ખાતે બની રહેલ પ્રવાસન સ્થળનું બાંધકામ મહિનાઓ થયા બંધ પડયું છે

મુખ્યમંત્રીશ્રીના જિલ્લામાં જ પ્રવાસન વિભાગે કરોડોના ખર્ચ પછી પણ સુવિધા આપી નહી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીશ્રી, જિલ્લાના બે કેબીનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદને દુર દુરથી આવતા મુલાકાતીઓ માટે સુવિધા અપાવવા અપીલ ૮પ/૯૦ ટકા બાંધકામ થયા પછી છેલ્લા ૪પ માસ થયા બાંધકામ બંધ છે. તંત્ર કેમ નીરસ છે ? ર૦૧૧ માં પ્રવાસન સ્થળનું ખાતમુહુર્ત થયુ જેનું બાંધકામ ૮ વર્ષ થયા છતાં હજુ પુરૂ નથી થયુ -પરેશ પંડયા

રાજકોટ તા. રર :.. રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઐતિહાસીક પ્રાચીન  વિભાગ દ્વારા ઐતિહાસિક પ્રાચીન બૌધ્ધગુફાઓ ખંભાલીડા ખાતે પ્રવાસન સુવિધા વિકાસ આયોજનના અનુસંધાને સુવિધાસભર પ્રવાસન સ્થળનું આયોજન મંજૂર થયેલ અને ૧૪ માર્ચ ર૦૧૧ ના રોજ તત્કાલીન નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તે ધામધુમથી તેનુ ખાતમુહુર્ત કરવામાં આવેલ. જેનુ અધુરૂ રહેલ બાંધકામ કરોડોના ખર્ચ પછી લાંબા સમય થયા બંધ છે.

૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌધ્ધગુફાની જાળવણી અને તે વિસ્તારના વિકાસ માટે ર૦૦૩ થી શ્રી જયાબહેન ફાઉન્ડેશન સતત સક્રિય ભૂમિકા નીભાવે છે. ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા જણાવે છે કે તત્કાલીન પ્રવાસન મંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસે પ્રાચીન બૌધ્ધગુફાની મહત્વ સમજી ત્યાં સુવિધાસભર પ્રવાસન સ્થળ જેમાં કુલ પાંચ બિલ્ડીંગમાં વચ્ચે મોટો પ્રાર્થના હોલ, તેની આજુબાજુના ચાર બીલ્ડીંગોમાં કુલ ઉતારાના ૧ર રૂમો, લાયબ્રેરી, ભોજનાલયના આયોજનને મંજૂરી આપેલ અને જેને બૌધ્ધ સ્થાપત્યની ડીઝાઇન મુજબ પ્લાન બનાવવા ખુબ જાણીતા સ્ટાર આર્કિટેકટના સીનીયર સુરેશભાઇ સંઘવીને મહત્વની જવાબદારી સોંપેલ જેને ખુબ સારો ન્યાય સ્ટાર આર્કિટેકટ દ્વારા મળેલ.

વધુમાં પરેશ પંડયાએ જણાવેલ છે કે માર્ચ ર૦૧૧ થી શરૂ થયેલ બાંધકામ આગળ વધતા પાંચ બિલ્ડીંગ કમ્પાઉન્ડ વોલ, સુંદર કલાત્મક દરવાજો ઉભા થઇ ગયેલ છે. એ દરમ્યાન આજે રાજય સરકારના ત્રીજા પ્રવાસન મંત્રી કાર્યભાર સંભાળી રહેલ છે.  જિલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ બનેલ વિકાસ સમિતિ આ માટે ર૦૧૧ થી કાર્યરત બનેલ છે. તે સમયના જિલ્લા કલેકટરશ્રી એચ. એસ. પટેલ આ પ્રવાસન સુવિધા માટે ખુબ જ સક્રિય રસ લઇ રહેલ હતાં.

જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશભાઇએ ખેદ વ્યકત કરી જણાવ્યું છે કે છેલ્લા આશરે ૪પ મહિના થયા (૧૩પ૦ દિવસ થયા), ૮પ/૯૦ ટકા પૂર્ણ થયેલ પ્રવાસી સ્થળ જે રાજયના મુખ્યમંત્રીશ્રી  અને બે કેબીનેટ મંત્રીશ્રીના જિલ્લામાં આવેલ છે તેનું બાંધકામ સંપૂર્ણ પણે અટકી ગયેલ છે. બંધ છે... ગુજરાતમાં આવેલ વિશાળ શિલ્પો ધરાવતી એકમાત્ર બૌધ્ધગુફા છે જે સમગ્ર પશ્ચીમ ભારતમાં સૌથી પ્રાચીન બૌધ્ધ સ્થાપત્ય છે તેના પ્રત્યે તંત્ર નીરશ કેમ બન્યુ? મુખ્યમંત્રીશ્રીના જિલ્લામાંજ પ્રવાસન વિભાગ કેમ નિસ્ક્રીય છે? કરોડો રૂપીયાના ખર્ચ પછી પણ મુલાકાતીઓ સુવિધાથી વંચીત કેમ છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

રૂરી સુવિધા આપવા ફાઉન્ડેશન તરફથી રાજયના પ્રવાચન મંત્રીને રજુઆતો અનેકવાર કરવામાં આવેલ છે. છતા આ અલભ્ય પ્રાચીન સ્થાપત્ય પ્રત્યેની ઘેરી ઉદનશીનતા દુર થયેલનથી. રાજયના મુખ્યમંત્રી રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા બે કેબીનેટ કક્ષાના મંત્રીશ્રીઓ, જિલ્લાના દરેક ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ ઐતિહાસિક પ્રાચીન બૌધ્ધગુફાઓ, ખંભાલીડા ખાતે બની રહેલ પ્રવાસન સ્થળનું કાર્ય તાત્કાલીક પુરૂ કરી મુલાકાતીઓ અસંખ્ય આવી રહેલ છે તેને જરૂરી સુવિધા અપાવવા આગળ આવે તેવી માંગણી પરેશભાઇ પંડ્યા (મો. ૯૮૨૫૨ ૧૮૯૦૩) એ ઉઠાવી છે. 

(10:59 am IST)